‘આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ અને પિતાને ધન્ય હો. દેવ પિતા છે જે દયાથી પૂર્ણ છે.

તે સર્વ દિલાસાના પિતા છે. જ્યારે પણ આપણને મુશ્કેલી નડે ત્યારે તે આપણને દિલાસો

આપે છે કે જેથી અન્ય લોકો જેઓને કોઈ પણ જાતની મુશ્કેલીઓ હોય, ત્યારે આપણે

તેમને દિલાસો આપી શકીએ.

જે રીતે દેવ આપણને જે દિલાસો આપે છે તે જ દિલાસો આપણે તેમને આપી શકીએ.’

કોરંથી :

મેં મારા ફેસબુક સમાચાર પાના ને એક આંચકો અનુભવતા ફેરવ્યું, કારણ કે કોવીડથી મૃત્યુ પામ્યા હોય તેવા લોકો માટે અંતિમસંસ્કારની ઘોષણાઓઅને સ્મૃતિચિત્ર સેવાઓએ પૃષ્ઠને ભરી દીધું હતું. દૂરના સંબંધી, મિત્રની માતા અને મંડળીથી પરિચિત વ્યક્તિએ આ રોગચાળાને લીધે આત્મહત્યાકરી લીધી હતી. તેમની છબીઓ દેશભરમાંના કટોકટીભર્યા સમાચારો સાથે વણી લેવાય હતી. ઉત્તરપ્રદેશની શેરીઓ પર શબની લાગેલી કતાર,ગુજરાતની હોસ્પિટલોમાં ઓક્સિજનનો અભાવ ધરાવતા બીમાર લોકોનું મરણ્યુ રુદન અને રોજ મૃત્યુ પામેલા મૃત્યુઆંકની વધતી સંખ્યા. હું ભ્રમિતઅવસ્થામાં બેઠો હતો, તે સમયે મને સૌથી ખરાબ સમાચાર મળ્યા, મારા વિમુખ થયેલ પિતાનું પણ નિધન થઈ ગયું હતું અને તેઓ કેવી રીતે મૃત્યુપામ્યા તે વિષે અનિશ્ચિતતા હતી. જો કે હું જ્યારે નાનપણના સમયમાં હતો ત્યારે તેમણે અમારા કુટુંબને ત્યજી દીધું હતું, તેમ છતાં આ ખોટ એકઆઘાત સમાન હતી. ભય અને મૃત્યુ દરેક જગ્યાએ હતા અને કોવિડ મને અચાનક ખૂબ જ વ્યક્તિગત લાગ્યું. ઈસુએ વ્યક્તિગત નુકસાનની પીડાસમજી. લાજરસ અને તેની બહેનો મરિયમ અને માર્થા તેમના પરિચિતો કરતાં વધુ નજીક હતા, તેઓ પ્રિય મિત્રો હતા (યોહાન ૧૧:૧૧). તેમનું ઘરબેથનીમાં તેમનું નિવાસસ્થાન હતું, અને લાજરસ પ્રત્યેનો તેમનો પ્રેમ સંદેશામાં મોકલવામાં આવ્યો હતો કે જેમાં કહ્યું હતું કે, “પ્રભુ, તમે જેને પ્રેમ કરોછો તે માંદો છે.” (યોહાન ૧૧:૩). મને વિચાર આવે છે કે શું મરિયમ અને માર્થા તેમના ઈસુ માટે દ્વાર પર, અપેક્ષા અને આશાથી રાહ જોતા હતા. તેમનેથોડા દિવસ લાગશે, પરંતુ ચોક્કસ, તેઓ આવશે! આખરે, ઉપચાર કરવા અર્થે આ તેમના માટે આ એક સરળ રોગ હતો, શું આંધળા અને લંગડાનેતેમના અધિકારયુક્ત સ્પર્શ વડે સાજા  કરવામાં આવ્યા ન હતા? પરંતુ કલાકો દિવસોમાં ફેરવાયા અને તેઓ ના આવ્યા. મુશ્કેલીની શરૂઆત વખતે,આપણે પણ આતુર અપેક્ષા સાથે પ્રતીક્ષા કરીએ છીએ અને ઈસુ ના આગમનની આશા રાખીએ છીએ. દિવસો જતા, આપણી ઉત્સુકતા ચિંતામાંઅને આપણી ચિંતા નિરાશા તરફ વળે છે. “તેઓ ક્યા છે?” આપણા નિયંત્રણની બહાર જતી બાબતો તરફ આપણે આશ્ચર્ય અનુભવીએ છીએ અનેમનોમન આપણે વિચારીએ છીએ શું ઈસુ ખરેખર મારા સંબંધી કાળજી લે છે. જો આ બાબત આજે તમારી દૂરદર્શા છે, તો આ તમને ખાતરી આપે છે,કે તેઓ તમારી કાળજી લે છે! તેઓ તમારી લાગણીની પરવા કરે છે લાજરસના અવસાન પછી હવે ચાર દિવસ થયા હતા, મરિયમ અને માર્થા એકખાલી મકાનમાં ખાલી હ્ર્દયે બેઠા હતા, અચાનક તેઓએ ઘોંઘાટ સાંભળ્યો – ઈસુ આવી પહોંચ્યા હતા! તમે આ કહેવત સાંભળી હશે, “ક્યારેય નહિકરતાં મોડું સારું”, પરંતુ આ કિસ્સામાં મને ખાતરી છે કે તેમને વિરુદ્ધ અનુભૂતિ થઈ. માર્થાએ આ વાત વ્યક્ત કરી હતી, જ્યારે તેણીએ કહ્યું“પ્રભુ,”…“જો તમે અહીં હોત, તો મારો ભાઈ મરી ગયો ન હોત…” બદલામાં, ઈસુએ ઠપકો આપ્યો ન હતો અથવા ધમકાવી નહોતી, તેના બદલે,તેમણે તેણીને ખાતરી આપી હતી કે “પુનરુત્થાન અને જીવન હું છું.” ” તેણીને તેમનામાં વિશ્વાસ રાખવા વિનંતી કરે છે, અને તેણીને એવા શબ્દોથીપ્રોત્સાહન આપે છે જે તેના હૃદયને આશાથી ભરે છે. કદાચ તમે કોઈ પ્રિય વ્યક્તિને શારીરિકરૂપે ગુમાવ્યું નથી, પરંતુ રોગચાળો તમને કોઈ રીતેનુકસાન અને ખાલીપણું લાવ્યો છે. જે ઈશ્વરે માર્થાને તેમના જીવન-અર્પનાર હાજરીની ખાતરી આપી હતી તે એ જ ઈશ્વર છે જે આપણી સાથે છે,અને તે તમારી સંભાળ રાખે છે.

 

તેઓ તમારી લાગણીઓની કાળજી રાખે છે

લાજરસની કબર પર, સૌથી નાની લાગણીસભર કલમ લખવામાં આવી હતી, “ઈસુ રડ્યા” (યોહાન ૧૧:૩૫). જોકે ઈસુ જાણતા હતા કે થોડીવારમાંતેઓ લાજરસને મરણમાંથી ઉભો કરશે, તેમ છતાં તેઓ તેમની આસપાસના લોકોની લાગણી અનુભવવા નિષ્ફળ ના ગયા. માનવ દુ:ખની પીડાએતેમના આત્માને વીંધ્યો અને તેઓ રડી પડયા. તેઓ માણસના પતન માટે રડ્યા હતા, નુકસાનની પીડા માટે રડ્યા હતા, તેઓ મૃત્યુની ક્રૂરતા માટેરડ્યા હતા – તેઓ રડ્યા કારણ કે તેઓ માનવજાતની સંભાળ રાખે છે. ઈશ્વર તમારી ખોટની પ્રતિક્રિયાથી ગુસ્સે નથી. તેઓ એવું નથી ઇચ્છતા કેઆપણે આપણી લાગણીઓ વિષે અવાસ્તવિક બનીએ, તેઓ ફક્ત તેનો એક ભાગ બનવા માંગે છે. તેઓ તમારા મરણોત્તર જીવનની ચિંતા કરે છે,ઈસુએ પુનરુત્થાનના આ ચમત્કારની પાછળ કામ કરવાનો હેતુ લુક ૧૧:૪ માં વ્યક્ત કર્યો છે: “આ માંદગી મૃત્યુમાં પરિણમશે નહિ. ના, તે ઈશ્વરનામહિમા માટે છે જેથી તેના દ્વારા ઈશ્વરના પુત્રનો મહિમા થાય.” ઈસુએ આ પહેલાં એક સરળ ચમત્કાર કર્યો હોત અને લાઝરસને સાજો કરી શક્યાહોત, પરંતુ તેને પુનર્જીવિત કરીને (જે એક ખૂબ મોટી ઉપલબ્ધી છે) તેમણે પોતાને ‘જીવનના લેખક’ તરીકે સાબિત કરી દીધા. પ્રેરિત પાઉલે તેમનીજીવન-દોડ ના અંતિમ તબ્બકામાં આ વિશે વાત કરી, તેમણે કહ્યું કે, “હું આતુરતાથી અપેક્ષા અને આશા રાખું છું કે મને કોઈ પણ રીતે શરમઅનુભવવી નહીં પડે, પરંતુ પૂરતી હિંમત હશે જેથી હવે હંમેશની જેમ ખ્રિસ્ત મારા શરીરમાં મહિમાવાન મનાશે, પછી ભલે તો મારા જીવન દ્વારાઅથવા મારા મૃત્યુ દ્વારા.” (ફિલિપી. ૧:૨૦). પાઉલની ઊંચા  ઉદ્દેશ્યની આશા જે આ પૃથ્વી પરના જીવનથી પર છે તે આપણી અનંતકાળ માટેનીપણ આશા છે. કદાચ તમારી વ્યક્તિગત ખોટ તમને ઈશ્વરની રીતોથી આશ્ચર્યચકિત કરે અને મૂંઝવણમાં મૂકી દે. તમે જે જવાબો શોધી રહ્યા હશો તેઅનંતકાળની આ બાજુ ક્યારેય પ્રગટ થઈ શકશે નહીં, પરંતુ ઈશ્વરનો આભાર કે મરણોત્તર જીવનની બીજી બાજુ પણ છે. જેમ જેમ આપણે આરોગચાળાના આક્રમણથી દૂર રહીએ છીએ, અને જેમ આપણે ઘણી વિવિધ રીતે અને સ્વરૂપોમાં ખોટનો અનુભવ કરીએ છીએ અને તેના સાક્ષીબનીએ છીએ, આવો આપણે ઈશ્વરના અપરિવર્તનશીલ સ્વભાવમાં વિશ્વાસ રાખીએ. ચાલો આપણે એ જ્ઞાનને વળગી રહીએ કે સર્વ દિલાસાના દેવઆપણી સાથે છે, અને તેઓ આપણી કાળજી રાખે છે. તેઓ આપણા ખાલીપણાને તેમની પોતાની ઉપસ્થિતિથી ભરવા માટે સમર્થ છે, તેઓઆપણી પીડા અનુભવવા માટે આપણી લાગણીઓની પૂરતી કાળજી રાખે છે, અને તેઓ કાળજીપૂર્વક આપણા આત્માને અનંતકાળ માટે તૈયારકરે છે. હમણાં દિલાસો પામીને, આપણે ઈશ્વરના હાથ, હૃદય અને અવાજ બનીએ, જેથી જે દિલાસો આપણને મળ્યો છે તે વડે જેઓ મુશ્કેલીમાં છેતેઓને દિલાસો આપી શકીએ.